January 20, 2025

સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, પોલીસે દબોચી લીધો

Surat Crime: સુરતના કડોદરા વિસ્તારની જ્યાં ફરી એક શર્મસાર કરતી ઘટના બહાર આવી છે. જાનવરને પણ શરમાવે એવું કારસ્તાન બે પગના જાનવરે કર્યું છે. જોકે ઘટનાની જાણ થતા સમગ્ર જિલ્લાની પોલીસ હરકતમા આવી અને cctvના આધારે હવસના પૂજારીને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ત્યારે સવાલએ થાય કે આ જિલ્લામાં હજી કેટલા માનસિક આનંદ લેતા જાનવરો ફરી રહ્યા છે.

જાનથી મારી નાંખીશ
કડોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પોતાના ઘર આંગણે રમવા નીકળેલી સાડા ચાર વર્ષની બાળકીને એક નરાધમે પહેલા સ્નેહ કર્યો હતો. પછી બે રૂપિયા આપી બાળકીને ઉઠાવી અપહરણ કરી ગયો હતો. ત્યાં બાળકી સાથે એવો વ્યવહાર કર્યો કે એને આજીવન કેદની સજા પણ ઓછી પડે. બાળકીના ગુપ્ત ભાગમાં આંગણી નાખી બાળકીને ઈજાગ્રસ્ત કરી નાંખી. ત્યારબાદ બાળકી ને ધમકાવી કહ્યું કે કોઈને કહ્યું તો જાન થી મારી નાખીશ અને બાળકીને છૂટી મૂકી દીધી.

આ પણ વાંચો: અમદાવાદના બેન્કના મેનેજરની રૂપિયા 2.50 કરોડની ઉચાપતમાં ધરપકડ કરવામાં આવી

પોસ્કો વિથ રેપનો ગુનો દાખલ
બાળકી પીડાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચી હતી. એની માતાને અંદાજ આવી ગયો કે તેમની દીકરી સાથે કંઈક ખોટું થયું છે. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ટીમ વર્ક કરી ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો. આરોપીનું નામ રાજુ સીરસાઠ (મરાઠી )ને ઝડપી પાડ્યો.પોલીસે પોસ્કો વિથ રેપનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.