KKRથી અલગ થવા પર શ્રેયસ અય્યરે પહેલીવાર તોડ્યું મૌન, કહી આ વાત

IPL 2025: શ્રેયસ અય્યર IPL 2025માં પંજાબ કિંગ્સની કમાન સંભાળવાનો છે. આ પહેલા આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે ઐયરની કમાન તે સંભાળી રહ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે KKRએ શ્રેયસને જાળવી રાખ્યો ના હતો. કેકેઆરનો આ નિર્ણય તમામ લોકો માટે ચોંકાવનારો હતો. કોઈ પણ વિચારી ના શકે કે આવું પણ થઈ શકે. હવે શ્રેયસ અય્યરે KKR છોડવા પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો: લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલુ, નિલ્પિત રાય અને પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા

શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો
પહેલી વખત અય્યરે KKR છોડવા પર પોતાનું મૌન તોડ્યું છે. એક મીડિયા સાથેની વાતમાં શ્રેયસ અય્યરે કહ્યું, “મને KKR સાથે ચેમ્પિયનશિપ જીતવાની મજા આવી. પ્રશંસકોની સંખ્યા ઘણી મોટી હતી, તેઓ સ્ટેડિયમને ઉત્સાહથી ભરી રહ્યા હતા અને મેં ત્યાં વિતાવેલી દરેક ક્ષણોનો આનંદ માણ્યો હતો.” જાળવી રાખવા અંગે વધુ પ્રયત્નો કરવામાં આવ્યા ના હતા. ચેમ્પિયનશિપ જીતવી એ કદાચ મારા જીવનનો અભિન્ન ભાગ હતો.