લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલુ, નિલ્પિત રાય અને પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા
Amreli Letter Kand: લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. SMCના વડા નિલ્પિત રાય અમરેલી પહોંચ્યા છે. નિલ્પિત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા છે અને રિકન્સ્ટ્રશન પંચનામા સામે વરઘોડાના આક્ષેપો અંગે તપાસ હવે તેઓ કરશે. પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી છે. પાયલની સાથે સાથે સ્થાનિક પોલીસ કર્મીઓના પણ નિવેદન લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: બીજી દીકરીનો જન્મ થતા પતિએ પત્નીની હત્યાનો કર્યો પ્રયાસ
નિલ્પિત રાયની અમરેલી લેટરકાંડ મુદ્દે એન્ટ્રી
લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ફરી ચાલુ થયો છે. નિલ્પિત રાય અમરેલી પહોંચી ગયા છે અને રિકન્સ્ટ્રશન પંચનામા સામે વરઘોડાના આક્ષેપો અંગે તપાસ કરશે. પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી ગઈ છે. સ્થાનિક પોલીસ કર્મીઓના પણ નિવેદન લેવામાં આવી શકે છે.જેલમુક્તિ બાદ પાયલ ગોટી તેમના વતન વીઠલપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે પાયલ બેન બોલ્યા કે, પોલીસે તેમને માર માર્યો છે. જેલવાસ દરમિયાન પોતાના પરિવાર સાથે અડીખમ ઉભા રહેલા તમામ સમાજના આગેવાનો અને લોકોનો આભાર માન્યો હતો. પાયલ ગોટીએ કૌશિક વેકરીયાને ત્રણ પેજનો પત્ર લખી ન્યાયની માંગ કરી છે. મારું જાહેરમાં અપમાન થયું છે. મે કોઈ ગુનો નથી કર્યો. પાયલે કહ્યું કે પત્રને FSLમાં મોકલવામાં આવે તો સત્ય બહાર આવી જશે. જેની ઠુંમર મારા પરિવારને હિંમત આપવા આવ્યા હતા. મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.