જમાલપુર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઈ
Ahmedabad Bulldozer Demoliton: જમાલપુર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે. શાળા પર ઉભા કરેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટર તોંડી પડાશે, પોલીસના ચુસ્ત બંદોબસ્તને સાથે રાખી કામગીરી કરવામાં આવશે. ઉર્દુ શાળા નં 3 અને 4 પર ઉભા કરવામાં આવે છે. MLA અમિત શાહે સંકલન સમિતિમાં મામલો ઉજાગર કર્યો હતો. 21 ડિસેમ્બરએ અમિત શાહે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો. 24 ડિસેમ્બરે સાંજે દબાણકર્તા વેપારીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
આ પણ વાંચો: નારોલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ
લેખિત ઓર્ડરની કરાઈ હતી પ્રતીક્ષા
જેમાં દબાણ તોડવા ઉપર સ્ટે લાવવા માંગ કરી જેને હાઇકોર્ટ ફગાવી હતી. દસ દિવસનો સમય ગુજરાત હાઇકોર્ટ દ્વારા બંને પક્ષને આપવામાં આવ્યો હતો. દસ દિવસ બાદ AMCના લીગલ સેલે નિયમ અનુસાર બીજી નોટિસ ફટકારી છે. ઉત્તરાયણ અગાઉ હાઇકોર્ટના મૌખિક આદેશ બાદ લેખિત ઓર્ડરની કરાઈ હતી પ્રતીક્ષા. શુક્રવારે બપોરના લેખિત ઓર્ડર મળ્યા બાદ પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યા પર 10 જેટલી દુકાન ઉભી કરાઈ હતી.