January 18, 2025

કર્ણાટક: CM સિદ્ધારમૈયાની પત્નીના નામે ફાળવેલ મિલકત જપ્ત, મુડા કેસમાં EDની મોટી કાર્યવાહી

CM Siddaramaiah MUDA case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મોટી કાર્યવાહી કરી છે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની અને અન્ય લોકોની મિલકતો જપ્ત કરી છે. ED એ કુલ 142 મિલકતો જપ્ત કરી છે. આ મિલકતોની અંદાજિત કિંમત આશરે રૂ.300 કરોડ છે.

ED એ આ કાર્યવાહી ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ મૈસુરના લોકાયુક્ત પોલીસ દ્વારા નોંધાયેલી FIR ના આધારે કરી હતી.આ કેસમાં સીએમ સિદ્ધારમૈયા અને અન્ય લોકો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.