ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો શતકવીર રક્તદાતાઓનો સન્માન સમારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ જિલ્લા શાખા દ્વારા સ્ટાર કેમ્પ ઓર્ગેનાઇઝર્સ અને વર્ષ 2023-24માં બનનારા શતકવીર રક્તદાતાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.
આ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેડ ક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ, રેડ ક્રોસ અમદાવાદના ચેરમેન અમિત દોશી, રેડ ક્રોસ અમદાવાદના મુકેશ પટેલ, જનરલ સેક્રેટરી ડોકટર વિશ્વાસ અમીન, કલ્યાણી ત્રિવેદી, ટ્રેઝરર સંદીપ શાહ અને જોઈન્ટ સેક્રેટરી અલ્પેશ પરીખની ઉપસ્થિતિમાં સર્વેનું સન્માન કરવામાં આવ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રેડ ક્રોસની કામગીરી ગુજરાતમાં ઉત્કૃષ્ટ છે અને સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે અમદાવાદ અને ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે તે સૌ માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે તેમના દ્વારા “અમદાવાદ રેડ ક્રોસ-પ્રાઇડ ઓફ અમદાવાદ” કે જેમાં અમદાવાદ રેડ ક્રોસની રક્તદાન ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓને વર્ણવતું પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.