January 16, 2025

પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ થતાં વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે, કોલેજ સંચાલકોએ કરી રજૂઆત

Gujarat Education: પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ થતાં વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે. ડિપ્લોમા, ડિગ્રી એન્જનિયરિંગ, ફિઝિયોથેરેપી, નર્સિંગ સહિતના કોર્સ માટે આ સ્કોલરશીપ અપાય છે. સરકારે મેનેજમેન્ટ કોટા અને વેકન્ટ કોટામાં સ્કોલરશીપ બંધ કરી છે. SC STના વિધાર્થીઓને અભ્યાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્કોલરશીપ આપવામાં આવે છે. વિદ્યાર્થીને સ્કોલરશીપ 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર આપે છે. સ્કોલરશીપ બંધ થતાં રાજ્ય સરકારમાં કોલેજ સંચાલકોએ કરી રજૂઆત કરી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશી યુવકે મુંબઈની હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી, પોલીસે દબોચી લીધો

સ્કોલરશીપ આપવા રજૂઆત
શૈક્ષનિક સત્ર શરૂ થયા બાદ સ્કોલરશીપ બંધ કરવાના નિર્ણય સામે સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કોલેજ સંચાલકોએ મુખ્યમંત્રી, આદિજાતિ વિકાસ મંત્રી, હાયર અને ટેકનિકલ એજ્યુકેશન મંત્રીને રજૂઆત કરી છે. ચાલુ શિક્ષનિક વર્ષ માટે સ્કોલરશીપ આપવા રજૂઆત કરવામાં આવી છે.