અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદઃ શહેરમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
તાવ, શરદી, ઉલટી, કફની ફરિયાદના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે રિપોર્ટ કરતા HMP વાયરસ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 3, કચ્છમાં 1 અને રાજસ્થાનમાં 1 દર્દી નોંધાયો છે.