January 16, 2025

શું રોહિત શર્મા રણજી ટ્રોફીમાં વાપસી કરશે?

Rohit Sharma: ચેમ્પિયન્સ ટ્રોફી માટે હજૂ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ નથી. આ વચ્ચે રોહિત શર્માની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે ટીમના કપ્તાન તરીકે રોહિતની પંસદગી નક્કી છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તેનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. ખરાબ પ્રદર્શનને કારણે તે રણજી ટ્રોફીના પ્રેક્ટિસ સેશનમાં જોડાવાનો છે. આ વિશે તેણે મુંબઈ ટીમ મેનેજમેન્ટને જાણ કરી છે. તેની સાથે સાથે તેણે આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે એમસીએ-બીકેસી ગ્રાઉન્ડ પર તેની તાલીમ પણ શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. જોકે ઘણા અહેવાલો પ્રમાણે તે રણજી ટ્રોફી રમશે તે નક્કી નથી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આ દિવસે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત

છેલ્લી મેચ દસ વર્ષ પહેલા રમી હતી
વર્ષ 2015માં રોહિતે છેલ્લે ઉત્તર પ્રદેશ સામે મુંબઈની ટીમ સામે મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયાના ભારતના પ્રવાસમાં ખરાબ ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ માટે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી.