UGC NET Exam: 15 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા મોકૂફ, જાણો કારણ
Ugc Net Exam: 15 જાન્યુઆરીએ યોજાનારી યુજીસી નેટ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે, આ દિવસે યોજાનારી NET પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. Mass communication માટેની નેટ પરીક્ષા 15 જાન્યુઆરીએ યોજાવાની હતી, જે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કૃપા કરીને નોંધ લો કે ફક્ત 15 જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. 16 જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષા તેના સમયપત્રક મુજબ જ લેવામાં આવશે.
National Testing Agency issues Public Notice reg. Postponement of UGC NET December 2024 Examination scheduled to be conducted on 15th January 2025
New date of exam to be announced later.
Examination scheduled on 16th January 2025 to be conducted as per earlier schedule pic.twitter.com/92qThLKkWY
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) January 13, 2025
NTA એ નોટિસ જારી કરી
NTAએ સત્તાવાર સૂચના બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 15 જાન્યુઆરી 2025ના રોજ પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને 15 ડિસેમ્બર, 2024ના રોજ યોજાનારી UGC NET પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે અને નવી તારીખની માહિતી ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. NTA એ કહ્યું છે કે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત કોઈપણ નવી માહિતી સાથે અપડેટ રહેવા માટે સત્તાવાર વેબસાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે. NTA એ ડિસેમ્બર સત્રની UGC NET પરીક્ષાની તમામ તારીખો માટે પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે.