બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ડિમોલિશનની કામગીરી, 35 કરોડથી વધુ કિંમતનું દબાણ દૂર કર્યું
દેવભૂમિ દ્વારકાઃ બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. બેટ દ્વારકાની સાથે ઓખા વિસ્તારમાં પણ ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે.
છેલ્લા 2 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં 260 જેટલા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. 60,800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કર્યું છે. 35 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. ઓખા મંડળ વિસ્તારમા 3 ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા છે.
ડિમોલીશનની કામગીરીમાં 1 હજાર સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડેપગે ફરજ પર હાજર રહ્યા હતા. હજુ આગામી અનેક દિવસો સુધી આ મેગા ડિમોલિશનની કામગીરી ચાલે તેવી શક્યતા છે.