February 23, 2025

દાહોદમાં નકલી IT અધિકારીઓની રેડ; 2ની ધરપકડ, 4 ફરાર

દાહોદઃ દાહોદમાં નકલી ITના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. સુખસર ગામે નાણાં ધીરનારા વેપારીના ત્યાં દરોડા પાડ્યા હતા. ધંધો કરનારા વેપારીની દુકાને 6 જેટલા નકલી અધિકારીએ રેડ કરી હતી.

અલ્પેશ પ્રજાપતિની દુકાને નકલી અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. નાણાં ધીરાણનાં ચોપડા ચેક કરી કેસ કરવાની ધમકી આપી હતી. દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માગણી કરી હતી.

ત્યારે બે લાખ રૂપિયા રોકડ લીધા હતા. છ ઇસમોએ અન્ય નાણાં અન્ય જગ્યાએ આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અમદાવાદના ભાવેશ આચાર્ય તેમજ દાહોદના અબ્દુલ સુલેમાનને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે. સુખસર પોલીસે છ ઇસમો વિરુદ્ધ સરકારી અધિકારી હોવાનું ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.