January 10, 2025

જાણવા જેવી ઘટનાઃ દીકરીનું સરઘર નીકળ્યું એ અમરેલીમાં લોકોએ સંતને પાખંડી માની સરઘસ કાઢેલું

Sant Muldas Amreli: છેલ્લા કેટલાક દિવસો રાજકીય વિવાદનું કેન્દ્ર બનેલો અમરેલી એ જિલ્લો છે જ્યાંથી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા આવતા હતા અને એમણે ખરા અર્થમાં સુશાસન કર્યું હતું. સતત અને સખત વિવાદ વચ્ચે અમરેલીની કેટલી અને કેવી અસ્મિતા હતી? એ સ્થાનિકોમાં વિસરાઈ ગઈ અને કેટલાક લોકો એ જાણતા નથી. જે પાટીદાર દીકરીના સરઘસને લઈને મામલો ટોક ઓફ ધ ટાઉન નહીં ટોક ઓફ ધ ગુજરાત બન્યો. એ જ સ્થાન એટલે કે અમરેલીમાં વર્ષો પહેલા એક એવી ઘટના બની હતી જ્યાં દીકરીની લાજ બચાવનારનું લોકોએ ખોટી રીતે એક સંતનું સરઘસ કાઢ્યું હતું. સંતોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં એક સ્ત્રીની લાજ રાખવા સંતે નવજાત શિશુના પિતા બનવાની તૈયાર દર્શાવી હતી. જેમાં હકીકત પછીથી સામે આવતા આખા ગામે સંતની ક્ષમા માગી હતી. શું હતી આ આખી ઘટના. જોઈએ એક ખાસ અહેવાલ.

અમરેલીમાં ઉજાગર કરતી ઘટના
સંત મૂળદાસનો જન્મ જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં થયો હતો. વિ.સં. 1731 કારતક સુદ 11ને સોમવારના રોજ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઇ હતું. ગોંડલના લોહલંગરીબાપુ તેમના ગુરુ હતા. સંવત 1768માં તેમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો. તેમના જીવનમાં તેમણે ઘણા ચમત્કારો કર્યા હતા. કેટલાય એવા બનાવો છે કે જે હજૂ લોકોને યાદ છે. તેમણે જે ભજન અને ગીતો ગાયા હતા તે હજૂ પણ લોકોને યાદ છે. આજના સમયમાં પણ તે ભજનને સાંભળવા લોકોને ગમે છે. અમરેલીના તેમના આશ્રમ પર મુળદાસની સમાધી આવેલી છે. એવા જ એક બનાવ વિશે આપણે જાણીએ કે જે બનાવમાં મૂળદાસ દિકરીની લાજ બચાવવા ગયા હતા જેના કારણે તેમનું અમરેલીની બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આંખોની રોશની વધારવી છે? તો આ શાકભાજી ખાવ

ગધેડા પર બેસાડીને સરઘસ કાઢવામાં આવ્યું
રાતનો સમય હતો અને એક સ્ત્રી કૂવામાં પડવા માટે આવી હતી. તેના પેટમાં કોઇનું સંતાન હતું જેના પિતા તરીકે તે તે વ્યક્તિનું નામ આપી શકે તેમ નહોતી. સંત મૂળદાસે તેને મરતા અટકાવી અને પિતા તરીકે પોતાનું નામ આપવા જણાવ્યું હતું. બીજાનું કલંક તેમણે તેમના ઉપર લઈ લીધું હતું. આ કારણે તેમને અપમાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એક સંત તરીકે કોઈના પેટમાં તેમનું સંતાન હોવું તે પાપ તેમણે તેમના માથે લીધું હતું. તેમને એટલું અપમાન કરવામાં આવ્યું કે  અમરેલીના લોકોએ અવળા ગધેડે બેસાડીને તેમને શહેરમાં ફેરવ્યા હતા. થોડા દિવસમાં જે સત્ય હતું તે  બહાર આવ્યું હતું. આ પછી લોકોએ તેમની માફી માગી હતી. આ સ્ત્રીને જે સંતાન થયું તેનું નામ રાધા હતુ.  તમને કદાચ ખબર નહીં હોય પરંતું આ રાધાના પુત્ર સ્વામિનારાયણ સંપ્રયના જાણીતા સંત મુક્તાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.