February 23, 2025

IND vs ENG T20I સિરીઝનું શેડ્યૂલ જાણી લો, આ તારીખે રમાશે રાજકોટમાં

IND vs ENG T20I Series: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ સમાપ્ત કર્યા પછી નવા વર્ષમાં ઘરઆંગણે તેની પ્રથમ સિરીઝ રમાવા જઈ રહી છે. નવા વર્ષની શરૂઆત ઈંગ્લેન્ડની ટીમની યજમાની કરીને ઘરઆંગણે રમશે. ટીમ ઈન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ મહત્વપૂર્ણ સિરીઝ રહેવાની છે. આવો જાણીએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝની તમામ મેચ ક્યારે, ક્યાં અને કયા સમયે રમાશે.

ભારત vs ઈંગ્લેન્ડ T20I સિરીઝનું શેડ્યૂલ (5 T20I)
ભારત vs ઈંગ્લેન્ડ, 5મી T20I: 02 ફેબ્રુઆરી 2025, મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ)
ભારત vs ઈંગ્લેન્ડ, 4થી T20I: 31 જાન્યુઆરી 2025, પુણે (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
ભારત vs ઈંગ્લેન્ડ, ત્રીજી T20I: 28 જાન્યુઆરી 2025, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
ભારત vs ઈંગ્લેન્ડ, બીજી T20I: 25 જાન્યુઆરી 2025, ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ)
ભારત vs ઈંગ્લેન્ડ, 1લી T20I: 22 જાન્યુઆરી 2025, કોલકાતા (ઈડન ગાર્ડન્સ)

આ પણ વાંચો: ડિવોર્સના સમાચાર વચ્ચે ચહલે નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી, પોસ્ટ થઈ વાયરલ

T20I સિરીઝ માટે બંને ટીમોની ટીમ
ઈંગ્લેન્ડની ટીમ: રેહાન અહેમદ, જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, જોસ બટલર, હેરી બ્રૂક, બેન ડકેટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, ફિલિપ સોલ્ટ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ , માર્ક વૂડ , સાકિબ મહમૂદ

ભારતીય ટીમઃ ટીમ ઈન્ડિયાની હજૂ સુધી જાહેરાત કરાઈ નથી. થોડા સમયમાં જાહેરાત થઈ શકે છે.