January 8, 2025

દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ? કયા સમયે ખાવાથી થશે ફાયદો

Date Palm: શિયાળાની સિઝન આવતાની સાથે આપણને ખજૂર યાદ આવે છે. લોકો અલગ અલગ પ્રકારે તેને ખાતા હોય છે. ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે શિયાળામાં ખાવાથી ફાયદાકારક છે. ઘણી વાર ડોક્ટરો પણ ખજૂર ખાવાની સલાહ આપે છે. પરંતુ મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે તેને કયા સમયે તેને ખાવો જોઈએ. આવો જાણીએ આ અહેવાલમાં કે તમે દિવસ દરમિયાન કેટલો ખજૂર ખાઈ શકો છો.

આ પણ વાંચો: સુરતમાં ડોકટરોનો રાફડો ફાટયો, બાયત પોલીસે ત્રણ બોગસ ડોકટરોને દબોચી લીધા

એક દિવસમાં કેટલો ખજૂર ખાવો
તમે એક દિવસમાં 4 ખજૂર ખાઈ શકો છો. જો તમે વધારે ખજૂર ખાવ છો તો તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મકને બદલે નકારાત્મક પડી શકે છે. જો તમે તેનું સેવન વધારે કો છો તો તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર પડી શકે છે. આયુર્વેદ પ્રમાણે તમારે સવારે ઉઠીને ખજૂર ખાવો જોઈએ. ફાઈબરથી ભરપૂર ખજૂર ખાવાથી તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરી શકો છો. જો તમને સાંધાનો દુખાવો હો. તો તમે તેને દૂર કરવા માટે નિયમિત રીતે ખજૂર ખાવ.