January 8, 2025

રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખોને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ

Gujarat: બીજેપી મહાનગર અને જિલ્લા પ્રમુખની ચુંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજથી 2 દિવસ જિલ્લા કાર્યાલયો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લા બીજેપી પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવવા બીજેપીના મોટા ચહેરા મેદાને આવ્યા છે.

રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દાવેદારો કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવશે. આ માટે જિલ્લા શહેરોના પ્રમુખો માટે વય મર્યાદાની સીમા રાખવામાં નથી આવી. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવાયા છે. જ્યારે હવે, અમદાવાદ, વડોદરા, સુરત, સાબરકાંઠા, જામનગર, રાજકોટ , બનાસકાંઠા, ભાવનગર, પાટણ, અરવલ્લી સહિત લોકો દાવેદારીના ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: વધતા પ્રદુષણને લઈને AMCનો મોટો નિર્ણય, ઓવરબ્રિજ નીચે મેટ્રોના પિલ્લર પર બનાવશે વર્ટિકલ ગાર્ડન