January 5, 2025

ગાજરની તાસરી ઠંડી કે ગરમ? ગાજર ખાવાના આટલા છે ફાયદાઓ

Carrot Benefits: શિયાળાની સિઝન આવતાની સાથે માર્કેટમાં લીલા શાકભાજી આવવા લાગે છે. આપણને પણ શિયાળા દરમિયાન ગાજરને વધારે ખાવાની સલાહ ડોક્ટરો આપતા હોય છે. ઘણા લોકો સુપ, કચુંબર, હલવાના સ્વરૂપમાં તેને ખાતા હોય છે. જરમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, વિટામિન B8, ફોલેટ, પોટેશિયમ, આયર્ન, કોપર અને મેંગેનીઝ પણ ભરપૂર માત્રામાં હોય છે .ચાલો આપણે જાણીએ કે ગાજરની તાસીર કેવી હોય છે ગરમ કે ઠંડી ?

કેવી છે ગાજરની તાસીર ?
ગાજરની તાસીર ના તો ઠંડી છે ના તો ગરમ છે. જો ગાજર થોડું મીઠું હોય છે તે ઠંડી તાસીરનું હોય છે, જ્યારે ગાજર થોડું કડવું હોય છે તો તે ગરમ તાસીરનું હોય છે. ગાજરનું સેવન કરવાથી કફમાં રાહત મળે છે.

આ પ્રકારના રોગોમાં ગાજરનું સેવન ફાયદાકારક

કેન્સર નિવારણ: ગાજરમાં હાજર બીટા-કેરોટીનોઈડ્સ વિવિધ પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. બીટા કેરાટીનનું સેવન કોલોને કેન્સરના ફેલાવાથી રોકવામાં મદદ કરે છે.

આંખની રોશની તેજ કરે છે: વિટામીન A ની ઉણપને કારણે, આંખના ફોટોરિસેપ્ટર્સના બાહ્ય ભાગોને નુકસાન થાય છે તેનાથી આંખોને નુકસાન થાય છે. ગાજરમાં બીટા-કેરોટીન વધુ માત્રામાં હોય છે અને તે વિટામિન Aની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ગાજરનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર બીટા-કેરોટીન અને કેરોટીનોઇડ્સ શરીર દ્વારા ઉપયોગમાં લેવાતા અને ચયાપચનમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પાચનમાં ફાયદાકારક: ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયાઓને સુધારે છે. ફાયબર પેરીસ્ટાલ્ટિક હલનચલન અને ગેસ્ટ્રિકના સ્ત્રાવનો પણ વધારો કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે: ગાજરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે શ્વેત રક્તકણોને વધારવામાં મદદ કરે છે. આ સિવાય ગાજરમાં ઘણા એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: શક્કરિયા ખાવાથી થશે આ અદભૂત ફાયદાઓ

ત્વચા માટે ફાયદાકારકઃ ગાજરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. ગાજરનું તેલ શુષ્ક અને સુકાયેલી ત્વચા માટે સારું છે કારણ કે તે ત્વચાને મુલાયમ, નરમ અને મજબૂત બનાવે છે. ગાજરનો રસ પેટ અને જઠરાંત્રિય સ્વાસ્થ્યને પણ સુધારે છે.