January 3, 2025

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ, ગામના શખ્સે જ કરી આ કાળી કરતૂત

Surendranagar: સુરેન્દ્રનગરના મુળી તાલુકાની એક ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જ શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. સગીરાનો બે માસનો ગર્ભ રહ્યો ત્યારે આ અંગે જાણ થઈ હતી. આ અંગે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મુળી તાલુકાની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાક મચી જવા પામી છે. યુવતીને બ્લડિંગ થતા સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ડોક્ટરે સારવાર દરમિયાન તેને ગર્ભ રહ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૂળી પોલીસને જાણ કરતા પીએસઆઇ સહીત પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. હાલ સગીરાના વાલીના નિવેદન લઈ ડોક્ટર પાસેથી વિગતો મેળવી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: BZ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ થયા વાયરલ