January 3, 2025

કચ્છના ભચાઉમાં ધ્રુજી ધરા, 3.2ની તીવ્રતાના ભૂકંપનો આંચકો

Kutch: ફરી એક વખત કચ્છના ભચાઉની ધરા ધ્રુજી છે. કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે હવે કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જોકે ભચાઉથી 18 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે. સવારે 10.05 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ત્યારે કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે લખપતથી 76 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. જે સવારે 10.44 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતીય રેલ્વેએ રચ્યો નવો ઈતિહાસ, કેબલ બ્રિજનું પ્રથમ સફળ પરીક્ષણ; રેલ્વે મંત્રીએ શેર કર્યો Video