January 2, 2025

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં વધારો નોંઘાયો, મોટા ભાગના શહેરનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી નીચે

Weather Update: રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં વધારો નોંઘાયો છે. ત્યારે આજથી ઠંડીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધવામાં આવ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી નીચે નોંધ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.

આગામી દિવસમાં હજી પણ હાડ ધીજવતી ઠંડીનો ચમકારો રહેશે. અરબ સાગર, બંગાળની ખાડીના ભેજના કારણે અને મલ્ટી સિસ્ટમને લઈ માવઠાની અસર જોવા મળી હતી. જેને લઈને અમદાવાદમાં 15 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, ભૂજમાં 12.6 ડિગ્રી, ડીસામાં 14.6 ડિગ્રી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધ્યો છે. મુખ્ય માર્ગો પર જીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને અસર થઈ હતી.

આ પણ વાંચો: મનાલીમાં હિમવર્ષાને કારણે ટ્રાફિક જામ, સેંકડો પ્રવાસીઓ ફસાયા; આખી રાત ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર