December 30, 2024

નીતીશ રેડ્ડી તેમની સદી બાદ તેમના પરિવારને મળ્યો, BCCIએ શેર કર્યો વીડિયો

Nitish Kumar Reddy: ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી માટે આજનો દિવસ ખૂબ ખાસ હતો. ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી મેચ પુર્ણ થતાની સાથે તે તેના પરિવારને મળ્યો હતો. આ સમયે તેમના પરિવારના લોકો આંસુ રોકી શક્યા ના હતા. આ સમયનો વીડિયો BCCIએ શેર કર્યો છે.

આ પણ વાંચો: નીતિશ રેડ્ડીએ સદી ફટકારીને રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયામાં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

નીતીશના પિતાએ કહી આ વાત
નીતીશ આજે ખૂબ સારું રમ્યો છે. મને ખૂબ ગર્વ છે. અમે ઘણો સંઘર્ષ કર્યો છે. અમે ભારતીય ટીમના આભારી છીએ.નીતીશની બહેન તેજસ્વી રેડ્ડીએ કહ્યું, “તેના માટે આ કરવું સરળ ના હતું. અમે બધા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ. તમને જણાવી દઈએ કે નીતિશે સદી ફટકારી તે સમયે પિતા ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.