નશામાં ધૂત યુવકે આધેડને ટક્કર મારી કાર ઘરમાં ઘૂસાડી, એકનું મોત
Accident Case: ધોળકાના ભાત ગામમાં અકસ્માત થયો છે. એક સગીરે કાર સ્પીડમાં ચલાવીને અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. ગાડી ઘરમાં ઘુસાડી દેતા અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ઘર પાસે બેઠેલા એક વ્યક્તિનું મોત થયું છે.
આ પણ વાંચો: BZ ગ્રુપના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો
મોડી રાતે બની ઘટના
અકસ્માતના કારણે મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. વ્યક્તિ પર કાર ચડી જતા ધટના સ્થળે તેનું મૃત્યુ નિપજ્યું હતું. મોડી રાતે આ ઘટના બની હતી. ધોળકા પાસે ભાત બદરખાનો આ બનાવ છે. ઘરમાં ઘૂસી ગયેલ ગાડીને બહાર કાઢવા જેસીબી મશીનથી દિવાલ તોડી બહાર કઢાઈ હતી. ધોળકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.