BJPના કાર્યક્રમમાં ‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ’ ભજન ગાવા પર બબાલ, સિંગરે માંગી માફી
BJP Patna event: બિહારમાં ભાજપના કાર્યક્રમમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં ‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ’ ગીતને લઈને વિવાદ થયો છે. હકીકતમાં 25 ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના અવસર પર પટનામાં બીજેપી દ્વારા એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ હતું ‘મેં અટલ રહુંગા’. આ કાર્યક્રમમાં ભોજપુરી ગાયિકા દેવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, કાર્યક્રમમાં દેવીના એક ગીતને લઈને ભારે હોબાળો થયો હતો.
देश का पता नहीं लेकिन बिहार को भाजपा कार्यकर्ता ग़लत दिशा में ले जा रहे हैं, पटना में एक भोजपुरी गायक ने गांधी जी का लिखा हुआ ईश्वर अल्लाह तेरा नाम गीत एक समारोह में गा दिया वहाँ मौजूद कार्यकर्ताओं ने उनके ख़िलाफ़ हूटिंग की, उनको मंच पर ही माफ़ी माँगनी पड़ी..अश्विनी चौबे को भी… pic.twitter.com/2rvxSsPyjg
— Vinay Kumar (@hislopia) December 26, 2024
શું છે સમગ્ર ઘટના?
જ્યારે દેવીએ આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીનું ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ-પતિત પવન સીતા રામ’ સબકો સંમતિ દે ભગવાન કો ગાવાનું શરૂ કર્યું ત્યારે ભાજપના લોકોએ હંગામો મચાવ્યો હતો. ભાજપના લોકોએ હોબાળો મચાવતા દેવીએ ત્યાં માફી માંગવી પડી હતી. આ મામલે ગાયિકા દેવીએ કહ્યું કે, અલબત્ત મારે માફી માંગવી પડી હતી પરંતુ અમે માનીએ છીએ કે હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધા એક છે અને ક્યાંક ને ક્યાંક મહાત્મા ગાંધીનું આ ભજન આ દર્શાવે છે.
લાલુ પ્રસાદ યાદવ ગુસ્સે થઈ ગયા
આ ઘટનાને લઈને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. લાલુ યાદવે કહ્યું- “ગઈકાલે પટનામાં, જ્યારે ગાયકે ગાંધીજીનું ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ’ ગાયું ત્યારે નીતિશ કુમારના સાથી ભાજપના સભ્યોએ હંગામો મચાવ્યો. ભજન દ્વારા ઓછી સમજણ ધરાવતા લોકોની લાગણીને ઠેસ પહોંચી હતી. ભજન ગાયિકા દેવીએ માફી માંગવી પડી.” આ ઘટના પર આરજેડી પ્રવક્તા શક્તિ યાદવે કહ્યું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સૌથી પ્રિય ભજન ગાવાને લઈને હંગામો થયો હતો. ગાયકને માફી માંગવાની ફરજ પડી હતી.