27-28 ડિસેમ્બરે પણ વરસાદી માહોલ રહેશે, રવી પાકને નુકસાનની ભીતિ
મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલ વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે,આગમી દિવસોમા કમોસમી વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણ ખેડૂતોના ઉભા રવી પાકને નુકશાન પણ થઈ શકે છે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં ઠંડીના માહોલની વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને શિયાળાની સિઝનમાં અષાઢી જેવો માહોલ ઊભો થયો છે. ત્યારે હવામાન વિભાગના જાણકાર એવા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 26, 27 અને 28 ડિસેમ્બર દરમિયાન અમુક જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વધુ જોવા મળી રહી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે.
આ ઉપરાંત હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલે વધુ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદ થયો હતો રવી સિઝનને માટી અસર પહોંચી શકે છે ખેડૂતોના ઉભા પાકને અરે નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહે છે. જેથી ખેડૂતોએ પાકને બચાવવા માટે અત્યારથી જ તૈયારીઓ કરવી જોઈએ. ખાસ કરીને રીંગણ જેવા પાકોમાં ઇયળો પડે એવી પણ શક્યતા જોવા મળી રહી છે. તે ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય તો જીરું, ઇસબગુલ જેવા પાકોમાં ઈયળ પડે તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ દૂર થયા બાદ રાજ્યમાં ફરી વખત ઠડીનું જોર વધશે.