December 26, 2024

નાસાનું અવકાશયાન “ધ પાર્કર સોલર પ્રોબ” સૂર્યની નજીક પહોંચ્યું

Parker Solar Probe: અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું ‘ધ પાર્કર સોલર પ્રોબ’ અવકાશયાન સૂર્યની પાસે પહોંચી ગયું છે. નાસાનું અવકાશયાન ઇતિહાસમાં પ્રથમ વખત સૂર્યની સૌથી નજીકથી પસાર થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન સૂર્યની સપાટીથી લગભગ 61 લાખ કિલોમીટર દૂરથી સફળતાપૂર્વક પસાર થયું છે. જો તે સુરક્ષિત રીતે પરત ફરવામાં સફળ થશે તો સૂર્ય પર નવો ઈતિહાસ લખાશે.

આ પણ વાંચો:અજય માકનનું મોટું નિવેદન, ‘અરવિંદ કેજરીવાલ રાષ્ટ્ર વિરોધી છે, ગઠબંધન ભૂલ હતી’

પ્રતિ કલાક નોંધવામાં આવી
સૂર્યની નજીક પહોંચેલું એક નાની કારના આકાર જેવડું છે. સૂર્ય જેમ જેમ નજીકથી પસાર થઈ રહ્યો છે તેમ તેમ વૈજ્ઞાનિકોનો ઉત્સાહના અનેકગણો વધી રહ્યો છે. હાલ તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવે ચિંતાએ છે કે આ ‘ધ પાર્કર સોલર પ્રોબ’ પરત ફરશે કે નહીં. કારણ કે અવકાશયાન સૂર્યની સપાટીની નજીકથી પસાર થયું ત્યારથી તેના વિશે કોઈ વધુ અપડેટ પ્રાપ્ત થયું નથી. વૈજ્ઞાનિકોના મતે સૂર્યની આટલી નજીકથી પસાર થનારી આ પ્રથમ માનવીય વસ્તુ છે.