December 26, 2024

Xના ભારતીય વપરાશકર્તાઓને મોટો ફટકો, પ્રીમિયમ પ્લાનની કિંમતમાં કરાયો આટલો વધારો

Elon Musk: એલન મસ્કે ભારતીય વપરાશકર્તાઓને મોટો ફટકો આપ્યો છે. કારણ કે કંપનીએ તેના પ્રીમિયમ પ્લાનની કિંમતોમાં ધરખમ વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. હવે ભારતીય X યુઝર્સે પહેલા કરતા પ્રીમિયમ પ્લાન માટે 35% વધુ ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો: આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ

આટલા પૈસા એક મહિના માટે ચૂકવવા પડશે
X એ ભારત સહિત ઘણા બજારોમાં તેના પ્રીમિયમ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. નવી વધેલી કિંમતને જૂના વપરાશકર્તાઓ માટે લાગુ કરી દેવામાં આવી છે. નવા દરો લાગુ થયા બાદ યુઝર્સને પ્રીમિયમ પ્લસ માટે 1750 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પહેલા ગ્રાહકોને માત્ર 1300 રૂપિયા ચૂકવવાના રહેશે. પ્રીમિયમ પ્લસ કરવા માંગો છો તો તમારે 18300 રૂપિયા ખર્ચવાના રહેશે. કંપનીએ કહ્યું કે હવે યુઝર્સ માટે આ પ્લેટફોર્મમાં નવા ફિચરને ઉમેરવામાં આવશે.