આ સ્માર્ટફોન પર 1 જાન્યુઆરીથી વોટ્સએપ થઈ જશે બંધ
WhatsApp: વોટ્સએપને આજના સમયમાં તમામ લોકો યુઝ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 1 જાન્યુઆરીથી વોટ્સએપ 20થી વધુ એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર કામ નહીં કરે. તમે પણ જો આ ફોન વાપરતા હશો તો તમે પણ WhatsApp પર મેસેજ મોકલી શકશો નહીં. તેનું કારણ એ છે કે આ ફોનની કંપનીમાં સપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ડિવાઈસની સુરક્ષાને લઈને આ નિર્ણય
WhatsAppની સાથે આ સ્માર્ટફોનમાં Facebook અને Instagram પણ કામ કરવાનું બંધ દેશે. ડિવાઈસની સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં જરૂરી સુરક્ષા ક્ષમતાઓ હોતી નથી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુઝર્સને નવા સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાની જરૂર પડશે. આવો જાણીએ એ કંયા ફોનમાં WhatsApp બંધ થઈ જશે.
આ પણ વાંચો: BSNLના ગ્રાહકોને હવે મોજ, 13 મહિનાના રિચાર્જમાં મળશે આ લાભ
આ સ્માર્ટફોનમાં કામ નહીં થાય
Sony: Xperia Z, Xperia SP, Xperia T, Xperia V
Motorola: Moto G (1st Gen), Razr HD, Moto E 2014
Samsung: Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini
HTC: One X, One X+, Desire 500, Desire 601
LG: Optimus G, Nexus 4, G2 Mini, L90