ઓખા જેટી પર ક્રેન તૂટતાં દુર્ઘટના, ત્રણ લોકોનાં મોત
દ્વારકાઃ ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ દ્વારા કામગીરી ચાલુ હતી. ત્યારે ચાલુ કામગીરી દરમિયાન ક્રેન તૂટતા ત્રણ શ્રમિકો તેની નીચે દબાયા હતા. જેમાંથી બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક શ્રમિક પાણીમાં પડતા તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલમાં દબાયેલા શ્રમિકોને તંત્ર દ્વારા બહાર કાઢવાની સંપૂર્ણ તજવીજ ચાલી રહી છે. અંદાજિત એકાદ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ દ્વારા જેટી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે.
મૃતકનાં નામ
- જીતેન કરાડી, મધ્ય પ્રદેશ, 23 વર્ષ
- અરવિંદ કુમાર, ઉત્તર પ્રદેશ, 24 વર્ષ