December 26, 2024

ભાવનગરમાં પાડોશમાં રહેતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી આરોપીની ધરપકડ

Bhavnagar: રાજ્યમાં છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભાવનગરમાં સગીર વયની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, હાલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરના સાંઢીયાવડ કાગદી મસ્જિદ સામેના વિસ્તારની ઘટના છે. જ્યાં પાડોશમાં રહેતી વિદ્યાર્થિનીને ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસ ફરિયાદ થતા કયુમખાન મોહમ્મદખાન પઠાણની પોક્સો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસે ભરૂચમાં 35 વર્ષના નરાધમે 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હત્યારા ભૂવાએ કરી હતી માતા-પિતા અને દીકરીની હત્યા… મોત બાદ થયો ખુલાસો