December 26, 2024

IND vs AUS: મેલબોર્નની પિચ કેવી રહેશે? જાણો

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે રમાશે. આ મેચનું આયોજન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું છે. બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર 2 મેચ જીતી છે. ભારતીય ટીમ આ મેચમાં પણ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માટે પ્રયત્ન ચોક્કસ કરશે.

આ મેચ પર દરેકની નજર
ભારતીય ટીમે મેલબોર્નના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. તમામની નજર આવતીકાલે બોક્સિંગ ડેથી રમાનારી આ મેચ પર રહેવાની છે. આ પહેલા જ્યારે આ મેદાન પર મેચ રમાણી હતી તે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. બધાની નજર હવે ટેસ્ટ મેચમાં છે. આવો જાણીએ આ મેચની પિચ કેવી રહેશે. આ મેચ પર બધાની નજર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

બોલરોને સારી મદદ મળી શકે
બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની પીચની જો વાત કરવામાં આવે તો આ મેદાનમાં બોલરોને સારી મદદ મળી રહે છે. ટેસ્ટ મેચમાં પ્રથમ દાવનો સ્કોર 307 રન રહ્યો છે. જ્યારે જે ટીમ બેટિંગ કરે છે તે ટીમ 117 મેચોમાંથી 57માં જીત પ્રાપ્ત કરી છે. આ મેદાન પર ટોસની મહત્વની ભૂમિકા રહેલી છે. પરંતુ જે ટીમ આ મેદાન પર બોલિંગ કરે છે તે ટીમ માટે વધારે સારું રહેશે. જેના કારણે ટોસ કરતી વખતે નિર્ણય લેવાનો રહેશે.