December 26, 2024

PM મોદીએ પાઠવી નાતાલની શુભેચ્છા, કહ્યું- ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે નાગરિકોને મેરી ક્રિસમસ 2024ની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “આપ સૌને મેરી ક્રિસમસની શુભેચ્છા.. ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે.” તેમની પોસ્ટની સાથે તેમણે મંગળવારે દિલ્હીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીનો વીડિયો શેર કર્યો. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ખ્રિસ્તી સમુદાયના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાતાલના તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે PM નરેન્દ્ર મોદીએ પણ રાજધાની દિલ્હીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે PM મોદીએ ભારતના લોકોને ભાઈચારાની ભાવના મજબૂત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું કે, જ્યારે હિંસા ફેલાવવાના અને સમાજમાં ભંગાણ સર્જવાના પ્રયાસો થાય છે ત્યારે તેના હૃદયને દુઃખ થાય છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતના ભવિષ્યમાં દરેક વ્યક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે લોકોને પડકારો સામે લડવા માટે સાથે આવવા અપીલ કરી છે. PM મોદીએ કહ્યું- “ભગવાન ઈસુ ખ્રિસ્તના ઉપદેશો પ્રેમ, સંવાદિતા અને ભાઈચારાની ઉજવણી કરે છે. આ ભાવનાને મજબૂત કરવા માટે આપણે બધા કામ કરીએ તે મહત્વપૂર્ણ છે.”

આ પણ વાંચો: દિલ્હીમાં પડશે કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ સાથે વરસાદની આગાહી