ઓરિસ્સા, મિઝોરમ, કેરળ, બિહાર અને મણિપુર રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તિ
નવી દિલ્હીઃ દેશમાં ઓરિસ્સા, મિઝોરમ, કેરળ, બિહાર અને મણિપુર રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે.
ક્યાં કોને રાજ્યપાલ બનાવ્યાં?
- ડો. હરિ બાબુ કંભમપતિની ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્તિ.
- વિજય કુમાર સિંહની મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્તિ.
- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરની કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્તિ.
- આરિફ મોહમ્મદ ખાનની બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્તિ.
- અજય કુમાર ભલ્લાની મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્તિ.
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવની રાજ્યપાલ તરીકે નિયુક્ત
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ સંદર્ભે એક સૂચના જાહેર કરવામાં આવી છે. અજય કુમાર ભલ્લા 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. અજય કુમાર ભલ્લાને 22 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 22 ઓગસ્ટ 2024 સુધી લગભગ પાંચ વર્ષ ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી.