8 વર્ષ પછી ચેમ્પિયન ટ્રોફીની વાપસી, 8 ટીમ વચ્ચે 15 મેચ; જાણો સંપૂર્ણ શિડ્યૂલ
ICC Champions Trophy 2025 Schedule Date and Time Table: ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે. પાકિસ્તાન સિવાય આ ટુર્નામેન્ટનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) મંગળવારે આગામી ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે.
ક્વોલિફાય થશે તો ભારત દુબઈમાં ફાઇનલ રમશે
8 ટીમોની આ ટૂર્નામેન્ટમાં 15 મેચ રમાશે. ભારતીય ટીમની ગ્રુપ સ્ટેજની તમામ મેચો દુબઈમાં રમાશે. જ્યારે અન્ય ટીમોની મેચો પાકિસ્તાનમાં જ રમાશે. આ ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. પાકિસ્તાનના રાવલપિંડી, લાહોર અને કરાચી આ મેચોની યજમાની કરશે. પાકિસ્તાનના દરેક મેદાન પર ત્રણ ગ્રુપ મેચ રમાશે. બીજી સેમિફાઇનલની યજમાની લાહોર કરશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો લાહોર પણ 9 માર્ચે ફાઈનલનું આયોજન કરશે. જો ભારત ક્વોલિફાય થશે તો ફાઈનલ દુબઈમાં રમાશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંનેમાં રિઝર્વ દિવસો રહેશે. ત્રણ ગ્રુપ મેચો અને ભારતને સંડોવતા પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ ટકરાશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ 27 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ રમાશે. આ મેચ દુબઈમાં રમાશે.
કઈ મેચ ક્યારે યોજાશે?
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન સામે ન્યૂઝિલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ સામે ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન સામે સાઉથ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન સામે ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ સામે ન્યૂઝિલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન સામે ઇંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન સામે બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિંયા, લાહોર
1 માર્ચ – સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ – ન્યૂઝિલેન્ડ સામે ભારત, દુબઈ