બાંગલાદેશનો ભારતને પત્ર, રાષ્ટ્રવડાને પાછા અહીંયા મોકલો
Sheikh Hasina: બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે. જેમાં બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને શેખ હસીનાને પરત મોકલવાની માંગ કરી છે. સરકારમાં શેખ હસીના વિરુદ્ધ ઘણા કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં તખ્તાપલટ થઈ હતી. આ પછી શેખ હસીનાને ભારત આવી પહોંચ્યા હતા. જોકે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે કે નહીં તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
આ પણ વાંચો: વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
ન્યાયિક પ્રક્રિયા માટે ઢાકા પરત મોકલવામાં આવે
બાંગ્લાદેશની વચગાળાની સરકારે માહિતી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું કે શેખ હસીનાને ઢાકા પરત મોકલવા માટે રાજદ્વારી સંદેશ મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શેખ હસીનાને ન્યાયિક પ્રક્રિયા માટે ઢાકા પરત મોકલવામાં આવે.