શું સની લિયોન ‘છત્તીસગઢ મહતારી વંદન યોજના’નો લાભ લઈ રહી છે?

Mahtari Vandan Yojana Chhattisgarh: છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાને લઈને એક બનાવ સામે આવ્યો છે. જેમાં જોની સિન્સ અને સની લિયોનનું નામ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેનો છે. આ યોજના સાથે બંનેના નામ જોડાતા ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો: PM મોદીના વૈશ્વિક સન્માનમાં થયો વધારો, કુવૈતે આપ્યું ગાર્ડ ઓફ ઓનર
મહતારી વંદન યોજના શું છે?
મહતારી વંદન યોજના છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાઈ હતી. આ યોજનામાં સની લિયોન નામ સામે આવ્યું છે. આ યોજના હેઠળ માર્ચ 2024થી દર મહિને આ મહિલાના ખાતામાં 1000 રૂપિયા નાંખવામાં આવે છે. સની લિયોનનું પણ તેમાં નામ છે અને સરનામું બસ્તર જિલ્લાનું તલુર ગામ નાંખવામાં આવ્યું છે. આ યાદીમાં સની લિયોનના પતિ તરીકે જોની સિન્સ નામ છે. છત્તીસગઢ સરકારની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી જોવા મળી છે. તપાસ કરતા માહિતી સામે આવી કે આ પૈસાને વીરેન્દ્ર જોષીના ખાતામાં ટ્રાન્સફર કરાઈ રહ્યા છે. તેની પત્ની ખેમેશ્વરી જોશી વાસ્તવિક લાભાર્થી છે. બીજી બાજૂ કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે અને તપાસની માંગણી કરી છે.