પ્લમ કેક વિના નાતાલનો તહેવાર છે અધૂરો, બનાવો આ સરળ રીતે
Plum Cake: નાતાલનો તહેવાર આવી રહ્યો છે. બાળકો અલગ અલગ પ્રકારની કેક ખાવાની માંગણી તહેવારના સમયે કરતા હોય છે. ત્યારે અમે તમારા માટે પ્લમ કેકની માહિતી લઈને આવ્યા છે. આવો જાણીએ કે કેવી રીતે બનાવશો આ પ્લમ કેક.
પ્લમ કેક માટેની સામગ્રી
વેનીલા એસેન્સ – એક ચમચી, જાયફળ પાવડર – એક ચમચી, તજ પાવડર – અડધી ચમચી, ડ્રાય ફ્રૂટ્સ, ટૂટી ફ્રુટી – એક નાની વાટકી, પાઉડર ખાંડ – અડધો કપ, દૂધ – 1 કપ, શુદ્ધ તેલ – 6 ચમચી, સૂકા આદુ પાવડર – બે ચમચી. ચપટી, કોકો પાવડર – એક ચમચી, બેકિંગ પાવડર – અડધી ચમચી, ખાવાનો સોડા – એક ચોથો ચમચી, સફેદ સરકો – બે ચમચી, ખાંડ – અડધી વાટકી, ગરમ પાણી – એક વાટકી, નારંગી. રસ – છ ચમચી.
આ રીતે પ્લમ કેક બનાવો
સ્ટેપ 1:
સંતરાનો રસ કાચના બાઉલમાં નાંખો. આ પછી તમારે કાજુના ટુકડા, અખરોટના ટુકડા, તુટી ફ્રુટી, ખજૂરના ટુકડા અને કિસમિસ, બદામના ટુકડા નાંખો. આ પછી તમે તેને અડધા કલાક માટે રહેવા દો. હવે એક કડાઈ લો તેમાં તમારે ખાંડ નાંખવાની રહેશે. ખાંડ જેવી ઓંગળી જાય ત્યારે ગેસને બંધ કરી દો. એમાં ગરમ પાણી ઉમેરો.
સ્ટેપ 2:
બાઉલમાં દૂધ નાંખો. આ પછી તમારે તેમાં વેનીલા એસેન્સ નાંખવાનું રહેશે આ પછી તમારે તેમાં તજ પાવડર નાંખવાનો રહેશે. જો તમને જાયફળનો ટેસ્ટ પસંદ હોય તો તમે તેને એડ કરી શકો છો. લોટ, બેકિંગ સોડા, કોકો પાઉડરને ચાળણી દ્વારા ગાળી લો. આ મિશ્રણમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી દો. હવે તમારે તેમાં નારંગીના રસમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના રહેશે. હવે તેને સારી રીતે આ બંધુ મિક્સ કરી દો. પ્લમ કેક બેટર હવે તૈયાર છે. હવે તમારે કૂકરમાં પાણી નાંખવાનું રહેશે. ઇડલી સ્ટેન્ડ મૂકો.
સ્ટેપ 3 :
કેકના બેટરમાં તમારે સફેદ વિનેગર ઉમેરો. હવે તમારે ટીનની નીચે તેલ અને બટર પેપર લગાવવાનું રહેશે. બેટરને કાજુ અને કિસમિસથી ગાર્નિશ કરવાનું રહેશે. કૂકર ગરમ જેવું થાય એટલે કેકના ટીનને કૂકરમાં મૂકેલા સ્ટેન્ડ પર મૂકો. 50 મિનિટ ધીમી આંચ પર તેને રહેવા દો. તમારી કેક તૈયાર છે. તેને હવે એક કપડાથી ઢાંકી દો. હવે તે ઠંડુ થાય ત્યાં સુધી તેની રાહ જોવ. તૈયાર છે તમારી કેક.