સુરતમાં PM આવાસ યોજનાના 2959 આવાસોનો ડ્રો યોજાશે
Awas Yojana 2024: PM આવાસ યોજનાના 2959 આવાસોનો ડ્રો યોજાશે. સુરતના ઉમરા સ્થિત પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે કાર્યક્રમ કરાશે. 2959 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાશે.
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું,23 લાખનો કર્યો ગોટાળો
મકાનોનું કોમ્પ્યુટેરાઇઝ દ્વારા ડ્રો
પાલિકાના પ્રધાનમંત્રી આવાસના મકાનોનું કોમ્પ્યુટેરાઇઝ દ્વારા ડ્રો કરી લોકાર્પણ કરાશે. 193.10 કરોડના ખર્ચે સાકાર થયેલા આવાસો ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા એનાયત કરાશે. લીંબાયત, અઠવા અને રાંદેર ઝોનમાં કુલ 2959 આવાસોનો નિર્માણ કરવામાં આવ્યું છે. જે આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લોકાર્પણ કરાશે.