December 21, 2024

વોટ્સએપે તેના કરોડો યુઝર્સ માટે નવા વર્ષની લાવ્યું ભેટ, મળશે હવે આ ફિચર

WhatsApp: વોટ્સએપનો ઉપયોગ આજના સમયમાં તમામ લોકો કરતા હશે. આજે તે વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન બની ગઈ છે. વોટ્સએપને આજના સમયમાં 3.5 બિલિયનથી વધુ યુઝર યુઝ કરી રહ્યા છે. વોટ્સએપ તેના વપરાશકર્તા માટે નવા વર્ષની ભેટ લઈને આવ્યું છે. આવો જાણીએ કે WhatsApp તેના વપરાશકર્તા માટે કેવા પ્રકારનું ફિચર લઈને આવ્યું છે.

આ પણ વાંચો: શિયાળામાં પગ ઠંડા જ રહેતા હોય તો આ કરો સરળ ઉપાય

એનિમેશન અને સ્ટીકર્સ
વોટ્સએપ તેના વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના નવા ફિચર લઈને આવે છે. હવે WhatsApp એનિમેશન અને સ્ટીકર્સ અલગ પ્રકારના રજૂ કર્યા છે. તહેવારના દિવસે વીડિયો કોલમાં બેકગ્રાઉન્ડ તહેવાર જે હશે તે પ્રમાણે સેટ કરી શકાશે. કંપનીએ હવે ચેટીંગ અનુભવને બદલવા માટે નવા ફિચરને એડ કર્યું છે. આ વર્ષ પહેલા આ છેલ્લું અપડેટ કહી શકાશે. ચેટીંગનો હવે તમને વધારે સારો અનુભવ મળી રહેશે.