ઉત્તરાયણને લઈને જાહેરનામું, ચાઇનીઝ દોરી સહિત પતંગ પર ધાર્મિક લખાણ લખવા પર પ્રતિબંધ
મિહિર સોની, અમદાવાદઃ ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનારા કોઈને છોડવામાં આવશે નહીં. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનારા સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે.
ઇ-કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે, ઇ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ-કોમર્સ વેબસાઈટને પોલીસે નોટિસ પાઠવી છે. હાલ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ચાઈનીઝ દોરી, સિન્થેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સાથે ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો પતંગ પર ન લખવા. જો કે, જાહેર માર્ગો પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કારણ કે, ટુ વ્હિલર જતા ગળા ભાગે દોરી વાગતા ગંભીર ઇજાઓ થાય છે. હાલ ચાઈનીઝ દોરીના કેસમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પકડાયેલા આરોપીમાં ચાઇનીઝ દોરીનું પ્રોડક્શન ક્યાં થઈ રહ્યું છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.