December 21, 2024

સુરતની ઉત્રાણ હોટલમાં ચાલતા દેહવેપાર પર પોલીસની રેડ, થાઈલેન્ડની 7 યુવતીઓ ઝડપાઇ

Surat: સુરત ઉત્રાણ હોટલમાં ચાલતા દેહવેપાર પર પોલીસે રેડ પાડી છે. ઉત્રાણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન શરીર સુખ માટે આવનાર નવ ગ્રાહકો ઝડપાયા છે. છેલ્લા ઘણા સમયથી હોટલમાં દેહવેપાર ચાલતો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ફરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા અપાઈ

મળતી માહિતી અનુસાર સુરત પોલીસે ઉત્રાણ હોટલમાં ચાલતા દેહવેપાર પર તવાઈ બોલાઈ છે. છેલ્લા કેટલાક સમયથી હોટલમાં દેહવેપાર ચાલતો હતો. જેની જાણ થતા પોલીસે બાતમીના આધારે ઉત્રાણ પોલસે દેહવેપાર ઝડપી પાડ્યોછે. રેડ દરમિયાન થાઈલેન્ડની 7 યુવતીને ઝડપી પાડી છે. નોંધનીય છે કે, રેડ દરમિયાન શરીર સુખ માટે આવનાર નવ ગ્રાહકોને પણ ઝડપી પાડ્યા છે.