December 21, 2024

કનુ દેસાઈ રાજસ્થાનમાં સાંજે 4 વાગ્યે કેન્દ્રિય નાણામંત્રીની બેઠક આપશે આજે હાજરી

Kanu Desai: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ રાજસ્થાન પહોંચ્યા છે. નાણામંત્રી કનુ દેસાઈ રાજસ્થાનના જેસલમેર ખાતે બેઠકમાં હાજરી આપવાના છે. જેસલમેર ખાતે આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રિય નાણામંત્રીની હાજરીમાં બેઠક કરશે. દેશના તમામ નાણામંત્રી સાથે સેન્ટ્રલ બજેટને લઈને બેઠક યોજાશે.

આ પણ વાંચો: ખેડુતોને ડુંગળીના હરાજીમાં ઓછા ભાવ મળતા મહુવા માર્કેટીંગયાર્ડ પ્રમુખે સરકારને કરી રજૂઆત

GSTબેઠકમાં હાજરી આપવાના છે
21 ડિસેમ્બરના રોજ જેસલમેર ખાતે GST કાઉન્સીલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના તમામ રાજ્યોના નાણામંત્રી જેસલમેર ખાતે કેન્દ્ર સરકારના બજેટ સહિત GSTબેઠકમાં હાજરી આપવાના છે. નાણામંત્રી કનુ દેસાઈ રાજસ્થાનના જેસલમેર ખાતે આજે બેઠક કરશે.