January 22, 2025

મોરબી જિલ્લામાં બોગસ ડોક્ટરો પર પોલીસની તવાઈ, 6ની કરી ધરપકડ

Morbi: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી નકલી જજ, વકીલ, અધિકારીઓ તેમજ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં બોગસ ડોક્ટરો ઉપર પોલીસે તવાઈ બોલાવી છે. છેલ્લા બે દિવસમાં મોરબી શહેર અને તાલુકામાંથી ત્રણ બોગસ ડોક્ટર પકડાયા હતા. ટંકારા અને હળવદ તાલુકા પોલીસે વધુ છ બોગસ ડોક્ટરોને પકડાયા છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના કે ક્લિનિક ચલાવતા 5 બોગસ ડોક્ટર ઝડપાયા છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સંદિપ પટેલ, વાસુદેવ પટેલ, પરીમલ બાલા, પંચાનન ધરામી અને અનુજ ધરામીની ધરપકડ કરવામાં આવી છે. ટંકારાના બંગાવડી ગામેથી એલોપેથીક દવા આપી સારવાર કરતો બોગસ ડોક્ટર પકડાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે આ ઘટનાને લઈને પોલીસતંત્રએ લાલ આંખ કરી છે.

આ પણ વાંચો: જયપુર-અજમેર હાઈવે પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 40 વાહનોમાં આગ; 6 લોકોના મોત