ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીમાં વધારો, પોરબંદર અને નલિયામાં કોલ્ડવેવની આગાહી
Weather Update: રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાયો છે. પોરબંદર અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 20 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયુ છે તો નલિયા 5.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર છે.
વધતી ઠંડીને લઈને લોકો ઠઠરી ગયા છે. ત્યારે અમદાવાદ 14.9 ડિગ્રી, ગાંધીનગર 14.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. વડોદરા 13.8 ડિગ્રી ,રાજકોટ 10.8 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર 10.9 ડિગ્રી,મહુવા 13.5 ડિગ્રી નોંધાયું છે. તો ડીસા 12.8 ડિગ્રી ,વેરાવળ 16.7 ડિગ્રી, દ્વારકા 16.2 ડિગ્રી ,સુરત 15.3 ડિગ્રી, કેશોદ 10.7 ડિગ્રી , અમરેલી 11.7 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.0 ડિગ્રી ,ભાવનગર 15.4 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચો: CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયું હતું ક્રેશ, મોતના 3 વર્ષ બાદ કારણ આવ્યું સામે