December 19, 2024

વટવા પોલીસે 3.60 કરોડથી વધુની કિંમતના હાઈબ્રીડ ગાંજા સાથે એક યુવકની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: વિદેશથી હાઈબ્રીડ ગાંજાની આંતરરાષ્ટ્રીય હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વટવા પોલીસે 3.60 કરોડથી વધુની કિંમતના હાઈબ્રીડ ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરી છે. બેગકોંકથી હાઈબ્રીડ ગાંજો લઈને આવેલા યુવકની તપાસ કરતા આ નેટવર્કમાં મહારાષ્ટ્રની બે યુવતીઓની સંડોવણી સામે આવી છે. જેને લઈને વટવા પોલીસે ગુનો નોંધી રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

બે ફરાર મહિલાની શોધખોળ
અમદાવાદમાં વટવા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી યોગેશ રતીભાઇ પટેલની 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસે રોપડા બ્રિજ પાસે વાહન ચેકીંગ દરમ્યાન યોગેશને ગાંજો સાથે ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા યોગેશ પાસેથી થાઈ એરલાઇન્સની ટીકીટ પણ મળી આવી હતી. જેથી હાઈબ્રીડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્કને લઈને પોલીસને શંકા થઈ હતી. વટવા પોલીસ નાર્કોટિક્સ ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરતા યોગેશની સાથે અન્ય બે મહિલા નિધિ અને સાયલીની સંડોવણી ખુલી હતી. આ બે મહિલાઓએ યોગેશને રૂપિયા 70 હજાર ની ટ્રીપ આપીને બેગકોંક હાઈબ્રીડ ગાંજો લેવા મોકલ્યો હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે બે ફરાર મહિલાની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ‘પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે’, અદાણી ગ્રુપની આ એડ કેમ આટલી વાયરલ થઈ રહી છે?

આરોપી ગાંજો સાથે લઈને ફરતો હતો
આરોપી યોગેશની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે હાઈબ્રીડ ગાંજો લેવા માટે બેગકોંક ગયો ત્યારે તેની સાથે પ્રતિમ નામનો શખ્સ હતો. જેને પણ આ બંને મહિલાઓ રૂપિયા આપીને ગાંજો લેવા મોકલ્યો હતો. પ્રીતમ અને યોગેશ થાઈલેન્ડથી નીકળ્યા બાદ મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારબાદ પ્રીતમ એરપોર્ટથી પોતાના વતન નાસિક જતો રહ્યો હતો. જ્યારે યોગેશને ગાંજો પોતાની પાસે રાખવાનું કહેતા તે મુંબઈથી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યો હતો..અને અમદાવાદની ટ્રાવેલ્સમાં બેસીને મોરબી પોતાના વતન જઈ રહ્યો હતો. તે દરમ્યાન પોલીસે તેની ધરપકડ કરી હતી.. ફરાર બંન્ને મહિલા આરોપીઓએ થાઈલેન્ડથી આવેલો ગાંજો ક્યાં અને કોને આપવાનો હતો તે અંગે માહિતી આપી નહતી..આરોપી ગાંજો સાથે લઈને ફરતો હતો તે દરમ્યાન પોલીસે ઝડપી પાડ્યો. જો કે આરોપી યોગેશ પટેલ અગાઉ મોરબીના સીરામીકમાં કામ કરતો હતો .જેના ધંધા અર્થે મહારાષ્ટ્ર ગયો હતો. ત્યારે પુનાની નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો.. અને નિધીએ જ પૈસા કમાવવા નશાયુક્ત પ્રદાર્થની હેરાફેરી કરવાના નેટવર્કમાં જોડાવવા સાયલીને મળાવી હતી. જુદી જુદી ટીમો બનાવીને ઇન્ટરનેશનલ નેટવર્કમાં સંડોવાયેલી બે મહિલા અને પ્રીતમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.