December 19, 2024

‘પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે’, અદાણી ગ્રુપની આ એડ કેમ આટલી વાયરલ થઈ રહી છે?

Adani Group: પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે.. આ સ્લોગન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અદાણી ગ્રુપની આ જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. ભારતના બીજા નંબરના સૌથી મીર વ્યક્તિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળ ‘હમ કરકે દિખાને હૈ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીએ પોતે આ એડનો વીડિયો શેર કર્યો છે.

એડના વીડિયોને પસંદ
અદાણી ગ્રુપના આ એડ વીડિયોને ખૂબ પસંદ કરાય રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગામ છે, જ્યાં વીજળી નથી. આ સમયે વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક બાળક છે તે તેના પિતાને પુછે છે કે વીજળી ક્યારે આવશે. તેના પિતા જવાબ આપતા કહે છે કે પહેલા પંખો આવશે પછી વીજળી આવશે. આ બાળક તેના મિત્રોને આ વાત કરે છે તો બધા બાળકની મજાક ઉડાવે છે. આ પછી એક દિવસ પવનચક્કી ગામમાં આવે છે અને એજ ગામમાં વીજળી પહોંચાડે છે. અદાણી ગ્રુપે આ વીડિયોમાં છેલ્લે મેસેજ આપ્યો છે કે પર્યાવરણમાંથી વીજળી ઉત્પન્ન કરવાની સાથે તેઓ લોકોના જીવનમાં ખુશીઓ પણ ફેલાવે છે.