January 22, 2025

હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Jamnagar: જામનગર શહેરના બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન થયું છે. વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ)એ 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો છે. નોંધનીય છે કે, વસંત પરેશના ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પણ બહોળો ચાહક વર્ગ હતો.

મળતી માહિતી અનુસાર જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. આજે સાંજે સાડા ચારકલાકે સ્મશાન યાત્રા નીકળશે. નોંધનીય છે કે, વસંત પરેશ બંધુએ લાઈવ કાર્યક્રમો ઉપરાંત વસંતનું સટર ડાઉન, ચૂંટણી જંગ, મારીઅર્ધાંગિની, પોપટની ટિકિટ ન હોય સહીત અનેક હાસ્યના હિટ સો કર્યા છે.

આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિન દેશ પરત ફર્યા, એરપોર્ટથી ઘર સુધી ચાહકોએ કર્યું જોરદાર સ્વાગત