December 18, 2024

ઉમર ખાલિદને મળ્યા 7 દિવસના વચગાળાના જામીન, કર્કડૂમા કોર્ટે આપી રાહત

Delhi Riots Umar Khalid: રાજધાની દિલ્હીના રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમર ખાલિદે તેના પિતરાઈ ભાઈ અને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 10 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જોકે, કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 7 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.

ઉમર ખાલિદ પર શું છે આરોપ?
જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે દિલ્હી રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉમર ખાલિદની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઉમર ખાલિદ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ટોળાં ભેગા કરવા, રાજદ્રોહ, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમો હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે.