જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભીષણ આગ, ગૂંગળામણને કારણે 6ના મોત; 4 ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ કઠુઆના શિવ નગરમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં છ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. કઠુઆ જીએમસીના પ્રિન્સિપાલ એસકે અત્રીએ જણાવ્યું હતું કે આગ એક નિવૃત્ત સહાયક મેટ્રોનના ભાડાના મકાનમાં લાગી હતી. ઘરમાં હાજર 10 લોકોમાંથી 6 આગમાં મૃત્યુ પામ્યા. અત્રિએ કહ્યું કે મૃતકોમાં માત્ર પરિવારના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એસ.કે.અત્રીના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાથી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
Jammu and Kashmir: In Kathua, a fire at a retired DSP's house killed 6 people and injured 3 others. A neighbor was also injured during the rescue. The cause of death is believed to be suffocation pic.twitter.com/It0QESVcfH
— IANS (@ians_india) December 18, 2024
કઠુઆમાં એક રિટાયર્ડ ડીએસપીના ઘરમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ચાર ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક પાડોશી પણ સામેલ છે. મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું કહેવાય છે. કારણ કે આગના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.
આ પણ વાંચો: મહાકુંભ મેળાને લઈ રેલવેએ કરી જાહેરાત, અમદાવાદ અને ભાવનગરથી દોડશે સ્પેશિયલ ટ્રેન