PMJAY યોજનામાં ગેરરીતિ બદલ બે હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને પેનલ્ટી
PMJAY: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અને લોકોના મોત બાદ હવે સરકાર મોડી મોડી જાગી છે. ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકાર હવે પગલા ભરી રહી છે. આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સની સાથે ડોક્ટરોની સામે પણ કાર્યવાહી કરી છે. 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી કરાઈ છે.
ગેરરીતિ
આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન, ODI રેન્કિંગમાં પહોંચી ગઈ આટલામાં સ્થાને
હોસ્પિટલ્સને સસ્પેન્ડ અને દંડ ફટકાર્યો
2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી કરવામાં આવી છે. રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને તેની સાથે ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ અને દંડ ફટકારવામાં આવ્યો છે. બે હોસ્પિટલમાં કુલ રૂપિયા 90 લાખથી વધુની રકમની પેનલ્ટી ફટકારવામાં આવી છે. યોજનામાં ગેરરીતિ કોઇપણ ભોગે નહીં જ ચલાવી લેવાય તેવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.