January 22, 2025

આ રીતે બનાવો બેસનના લોટવાળી ભીંડી, ખાનારાના દાઢમાં સ્વાદ રહી જશે

Crispy Bhindi Recipe: મોટા ભાગના લોકોને ભીંડો ખાવો પસંદ હોય છે. પરંતુ એક જ રીતથી ખાવો પસંદ આવતો નથી. ત્યારે અમે તમારા માટે ભીંડાની અલગ રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કે આ ક્રિસ્પી ચણાના લોટનું ભીંડાનું શાક કેવી રીતે બનાવશો.

સામગ્રી:
ભીંડો – 250 ગ્રામ,જીરું પાવડર – 1/2 ચમચી, ધાણા પાવડર – 1/2 ચમચી, ચાટ મસાલો – 1/2 ચમચી, ચણાનો લોટ, હળદર – 1/4 ચમચી, લાલ મરચું – 1/2 ચમચી, લીંબુનો રસ, તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ, લસણવાળી ચટણી, લસણ

બનાવવાની રીત:

સ્ટેપ 1:  સૌથી પહેલા તમારે ભીંડો લેવાનો રહેશે. હવે તેને તમારે સારી રીતે સાફ કરી લેવાનો રહેશે. આ પછી તમારે તેને અંદરથી એવી રીતે કાપો કે તેની અંદર મસાલો ભરી શકાય. જેના માટે તમારે ભીંડાની વચ્ચે ચીરા પાડીને રાખી દો પહેલા. આ પછી તમારે જીરું પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, લસણવાળી ચટણી મસાલો તેની અંદર ભરવાનો રહેશે. આ પછી તમાકે તેમાં લીંબુનો રસ અને મીઠું ઉપરથી નાંખવાનું રહેશે. હવે 10 મિનિટ સુધી તેને એમ જ રહેવા દો.

આ પણ વાંચો: હવે ઈઝી રીતથી ઘરે બનાવો શક્કરિયાનો હલવો, શરીરમાંથી સ્ફૂર્તિ ઘટશે નહીં

સ્ટેપ 2: હવે તમારે ભીંડાની ઉપરથી ચણાનો લોટ નાંખવાનો રહેશે. ભૂલથી પણ આ શાકમાં પાણીને મિક્સ કરવું નહીં. જો તમે તેવું કરો છો તો તે ચીકણો થઈ જશે.

સ્ટેપ 3: કડાઈ લો અને તેમાં તેલ નાંખો. હવે ગરમ થાય એ પછી તમારે તેમાં હિંગ નાંખવાની રહેશે. આ પછી તમારે તેમાં લસણની કળી નાંખવાની રહેષે. હવે તેમાં તૈયાર કરેલો ભીંડો નાંખી દો. હવે ભીંડાને ત્યાં સુધી ફ્રાય કરો કે જ્યાં સુધી તે ક્રિસ્પી ના થાય. તો તૈયાર છે તમારો ચણાના લોટવાળો ભીંડો. બાજરાના રોટલા સાથે તમે તેને ખાઈ શકો છો.